માળીયા (મી)ના વવાણીયા ગામે રહેતા રસુલભાઈ અભ્રામભાઈ ધોના ના કુટુંબીક ભાઈ ઇકબાલ ઇશાભાઈ ને આરોપી અલતાફભાઈ અભાભાઈ કાચા ની બહેન સાથે પ્રેમ સંબધ હોય જેથી આરોપી અલતાફ કાચા ,સદ્દામ તેમજ અન્ય ત્રણ ઈસમોએ ફરિયાદીને ઘરે આવી લાકડાના ધોકા અને પિસ્તોલ સાથે ઘસી આવી આરોપી સદામ એ સાહેદ રહિમાબેન સામે પિસ્તોલ તાકી ફાયરિંગ કરી મોત નો ભય બતાવતા મારી નાખવાની ધમકી આપતા માળીયા મી.પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને પોલીસે તમામ આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.