Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઈસમો ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઈસમો ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂ પકડવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સ્થાનિક પોલીસે પણ ચેકીંગમાં વધારો કરી દીધો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી કુલ ચાર ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી લાતી પ્લૉટ શેરી નં.૮ લુક્સ ફર્નીચર પાસે વિદેશી દારૂનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની કાચની કંપની શીલબંધ રૂ.૧૫૦૦/-ની કિંમતની ૪ બોટલનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી સાહીલ રહીમભાઈ ચાનીયા (રહે. મોરબી કાલીકા પ્લૉટ બાવા અહેમદશા મસ્જીદ પાસે) તથા સાહીલ ઉર્ફે સેડાળો કરીમભાઈ ચાનીયા (રહે. જોન્સનગર શેરી નં.૮ મોરબી) નામના ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રંગપર ગામ અને ખરેડા ગામ વચ્ચે આવેલ નાલા પર રોડ ઉપર વોચ ગોઠવી GJ-36-AB-6023 નંબરની હિરો સ્પલેન્ડર મોટરસાઇકલને રોકી મોટરસાઇકલ સવાર જયદીપભાઇ જયસુખભાઇ ડાભી (રહે-ગામ ખરેડા તા.જી મોરબી) તથા સાગરભાઇ રઘાભાઇ ડાભી (રહે. ખરેડા તા.જી મોરબી) નામના શખ્સોની પૂછપરછ કરી તેમની તપાસ કરતા આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૩ બોટલોનો રૂ.૩૭૫/- લેખે ગણી કુલ રૂ.૧૧૨૫/-નો મુદ્દામાલ તથા રૂ.૨૦,૦૦૦/-ની કિંમતની મોટરસાઇકલ મળી કુલ રૂ.૨૧,૧૨૫/-નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!