રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સૂચનો કરેલ હોય જે અંગે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાચેક મહીનાથી નાસતા ફરતા મહીલા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી એલસીબી પી.આઇ એ ડી.એમ.ઢોલને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડ ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાચેક મહીનાથી નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન દેવાભાઇ માથાસુરીયા (રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર) મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળતા મહીલા પોલીસ કર્મચારી સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન દેવાભાઇ માથાસુરીયા (રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર) મળી આવેલ પરંતુ મહીલા આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી મહીલા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.