Friday, November 15, 2024
HomeGujaratમોરબીના પાનેલી ગામની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ-સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના પાનેલી ગામની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ-સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીના પાનેલી ગામે રહેતી પરિણીતાને તેના પતિએ તથા સાસુએ માર મારી દુઃખ ત્રાસ આપતા મહિલાએ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં પતિ સહીત ત્રણ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના પાનેલી ગામે રહેતી હીરાભાઇ માવજીભાઇ કણઝરીયાની દિકરી વૈશાલીબેન રાજેશભાઇ ડાભીને અંબાબેન મોહનભાઇ ડાભી અવારનવાર ઘર કામ બાબતે મેણાટોના મારી માનસીક ત્રાસ આપતા હતા. તેમજ ફરિયાદીના પતિ જેશભાઇ નારણભાઇ ડાભીએ તેના ગાલ ઉપર ચાર પાંચ લાફા મારી ગાળો આપી હતી. તેમજ તેના સાસુ ગુલાબબેન નારણભાઇ ડાભીએ તેને પીઠના ભાગે ઢીકા માર્યા હતા. જે દુઃખ ત્રાસથી કંટાળી મહિલાએ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!