Saturday, November 16, 2024
HomeGujaratમોરબીમાં ગાડી ચલાવતા સમયે હાર્ટ એટેક આવતા યુવકનું મોત

મોરબીમાં ગાડી ચલાવતા સમયે હાર્ટ એટેક આવતા યુવકનું મોત

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. આ દરમિયાન મોરબીથી પણ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાહન લઈ જઈ રહેલ યુવકને છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મોરબી વીશીપરા રમેશ કોટન મીલ અંદર રહેતા કરીમભાઇ ઇસ્માઇલભાઇ બાઇચા નામના યુવકને ગઈકાલે રાત્રીના સમયે ગાડી ચલાવતા હોય ત્યારે ગુજરાત ફ્લોર મીલ પાસે પહોચતા છાતીમાં દુખાવો અને ગભરામણ થતા તેમને પ્રથમ સારવાર ક્રિષ્ના હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેને સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!