મોરબીના રંગપર ગામનો યુવક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈ હજુ સુધી આ યુવકનો પતો ન લાગતા તેના માતાએ તેનો પુત્ર ગુમ થઇ ગયા અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રંગપર ગામે રહેતો રોનકભાઇ દિનેશભાઇ સાંગઠીયા નામનો યુવક શરીરે પાતાળા બાંધાનો વાને ઘઉવર્ણ જેના શરીરે સફેદ કલરનો ચેકકવાળો સર્ટ તથા બલ્યુ આછા કલરનુ પેન્ટ પહેરેલ છે તથા માથાના વાળ લાંબા છે. જેની ઉચાઇ આશરે પાંચ ફુટની છે. જે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય જે બાબતે યુવકના માતા ટીનાબેન દિનેશભાઇ સાંગઠીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમશુદા દાખલ કરાવતા આગળની તપાસ એફ.આઈ.સુમરા દ્વારા શરૂ કરવામાં આવી છે.