ટંકારાના વધુ એક વેપારી છેતરાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટંકારાનાં નાના રામપર ખાતે રહેતા વેપારીને ત્રણ ઈસમોએ રીઝેક્ટ ટાઇલ્સનો માલ લેવાનું કહી તેમની પાસેથી 1.26 લાખથી વધુ રૂપિયા પડાવી લઈ ચાર ઈસમો ફરાર થઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં નાના રામપર ખાતે રહેતા હાર્દીકભાઇ પ્રભુલાલ મંડાણી નામના વેપારીને સચીનભાઇ નામના શખ્સે પોતાની પાસે રીઝેક્ટ ટાઇલ્સનો માલ હોવાનુ જણાવેલ હોય જેથી ફરિયાદી વેપારીએ ટાઇલ્સ લેવાનુ જણાવેલ હોય જેથી તેને માલના રૂ.૭૦,૦૦૦/- આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક્ના એકાઉન્ટ નં- ૦૨૩૮૦૧૫૩૦૫૧૬ મા નખાવી તેમજ રોકડ રૂપીયા-૫૬,૦૦૦/- મોકલી કુલ રૂપીયા-૧,૨૬,૦૦૦/- મેળવી લીધેલ અને ફરિયાદીને માલ નહી આપી છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સચીનભાઇ, પ્રતાપભાઇ પરમાર અને આઇ સી આઇ સી આઇ બેન્કના એકાઉંટ નંબર ૦૨૩૮૦૧૫૩૦૫૧૬ ના ધારક સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.