મોરબીમાં ગાંધી ચોક પાસે આવેલ સીવીલ હોસ્પીટલના ગેટ પાસે અમુક ઈસમો જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા કાંતીલાલ ઉર્ફે મીથુન દેવરાજભાઇ ડાભી (રહે માધાપર શેરી ન-૧૯ મોરબી), હુસેનભાઇ મહમદભાઇ ભટ્ટી (રહે. વી.સી. પરા ફુલછાપ સોસા. બરફના કારખાના પાછળ મોરબી) તથા સુલતાન સરમાણભાઇ સુમરા (રહે વી.સી.પરા ચાર ગોડાઉન પાછળહાઉસીંગ બોર્ડ મોરબી) નામના શખ્સોને પકડી પાડ્યા છે. અને આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૩,૨૦૦/-નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.