Wednesday, November 20, 2024
HomeGujaratટંકારામાં પતિ પાસે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોથી કંટાળી પત્નીએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો...

ટંકારામાં પતિ પાસે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોથી કંટાળી પત્નીએ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે વ્યાજ ખોરો હજુ પણ સામાન્ય માણસને હેરાન પરેશાન કરી રહ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ટંકારાનાં ઈસમે વ્યાજે આપેલ રૂપિયાની યુવક પાસે પઠાણી ઉઘરાણી કરતા યુવકના પત્નીએ ફિનાઈ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં સજનપર ગામ(ધુ) ખાતે રહેતી ઉષાબેન દિલીપભાઇ જાદવ નામની મહિલાના પતિ દિલીપભાઇએ ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા (રહે.સજનપર ગામ તા.ટંકારા જી.મોરબી) પાસેથી રૂપીયા ૨,૦૦,૦૦૦/- તથા દિલીપભાઇ ઉર્ફે ભયલુભાઇ જાડેજા (રહે.સજનપર ગામ તા.ટંકારા જી.મોરબી) પાસેથી રૂપીયા ૪૦,૦૦૦/- ૧૦% ના વ્યાજ લેખે લીધેલ હોય જે રૂપીયાની ઉધરાણી બાબતે બંને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે જઈ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનુ જાણાતા હોવા છતા તેમને ગાળો આપી રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી દિલીપભાઇને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીને લાગી આવતા ફરિયાદી મહિલાએ પોતાની જાતે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!