મોરબીનાં જાંબુડીયા ગામે રહેતો ૧૭ વર્ષીય કિશોર સંતોષ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ગઈકાલે જુના જાંબુડીયા ગામે સંજના સમયે તળાવમા નાહવા ગયો હતો. ત્યારે તે અકસ્માતે તળાવમાં ડુબી જતા તેને સ્થળનીકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે કિશોરને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે. ત્યારે કિશોરનું મોત નિપજતા પરિવારમાં ઘેર શોકની લાગણી પ્રસરી જવા પામી છે.