વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા એક મહિના સુધી અલગ અલગ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરાયું છે.આ વિશેષ અભિયાન અંતર્ગત ગત તા. ૨૮/૦૬/૨૦૨૩ ના રોજ મોરબી ખાતે મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લાના વકીલો સાથે લીગલ સેલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લા ભાજપ દ્વારા ગત તા. ૨૮/૦૬/૨૦૨૩ ના રોજ મોરબી જીલ્લાના વકીલોનો સંમેલન મોરબી હરભોલે હોલ ખાતે યોજાયેલ હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહેલ હતા. જેમાં ટીમની સાથે મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ પ્રદિપભાઈ વાળા, એમ.વાય. ચાનીયા, જે.એ. ઓઝા, ડી.આર. અગેચાણીયા, કે.આર. દફતરી, વી.સી. જાની, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે મોરબી જીલ્લા ભાજપ નવા જાહેર થયેલ હોદેદારો તથા જુના હોદેદારો ઉપરાંત મોરબી જીલ્લા મોરબી વાંકાનેર, હળવદ માળીયા, ટંકારાના વકિલમિત્રો તેમજ જીલ્લા ભાજપ લીગલ સેલના તમામ હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ લીગ લસેલના હોદેદારો એ જહેમત ઉઠાવી હતી.