વાંકાનેર સીટી પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર પેડક સોસાયટી પાછળ પડતર જગ્યામા રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને પકડી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર પેડક સોસાયટી પાછળ પડતર જગ્યામા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ (રહે.વાંકાનેર દિગ્વીજયનગર પેડક સોસાયટી તા.વાંકાનેર જી.મોરબી), રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા (રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૫ તા.વાંકાનેર જી.મોરબી), મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી (રહે વાંકાનેર દિવાનપરા બાપુના બાવલાપાસે તા.વાંકાનેર જી.મોરબી), રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા (રહે.વાંકાનેર દિવાનપરા મોર્ડન ટોકીઝની પાછળ તા.વાંકાનેર જી.મોરબી), ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ (રહે.વાંકાનેર નિર્મલા સ્કુલની સામે વાડીમાં તા.વાંકાનેર જી.મોરબી) તથા અસરફભાઈ કાસમભાઈ સર્વદી (રહે.વાંકાનેર કુંભારપરા મેઈનરોડ તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૨,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.