મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઇ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઇકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે મોરબી સીવીલ હોસ્પીટલના ગેટ પાસેથી નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓ મોરબી સીવીલ હોસ્પીટલના ગેટ પાસે બે શખ્સો શંકાસ્પદ રીતે બેઠેલા જોવા મળતા પોલીસે ત્યાં રેઈડ કરતા ભરતભાઇ હકાભાઇ વીંજવાડીયા (રહે.મેળાના મેદાનમા વીશીપરા મોરબી) તથા હુકીયા બલજીતભાઇ ડામોર (રહે.ભુમી ટાવરપાસે ઝુપડામા તા.જી.મોરબી મુળ રહે.જાંબવા (એમ.પી) પો.સ્ટે કલ્યાણપુર) સ્થળ પર નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી તેઓ પાસેથી રોકડા રૂ.૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.