બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨૪ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે સોયબભાઇ અલીભાઇ બાદી મસ્જીદે નમાજ અદા કરી પોતાના મોટરસાયકલ પર ઘરે જતા હતા ત્યારે આરોપી પુષ્પરાજસિંહ વાળા (રહે. ગારીયા, તા. વાંકાનેર) પોતાની કાર લઇ રોડ પર ફરીયાદી સોયબભાઈના મોટરસાયકલ સામે આવવા દેતા સોયબભાઇએ આરોપીને પોતાની કાર સાઇડમાં ચલાવવાનુ કહ્યું હતું. આથી, આરોપી પુષ્પરાજસિંહે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી હતી તેમજ ફરીયાદીની પાછળ ફરીયાદીની દુકાને જઇ ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ગાળો આપી પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદી ઉપર હુમલો કરવા ગયો હતો ત્યારે ફરીયાદી સોયબભાઇ સાઇડમાં ખસી જતા આરોપીએ ફરીયાદીને ડાબા પડખે કમરના ઉપરના ભાગે છરી મારી ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.