મોરબીના ઘૂંટુ રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં દીવાલ પડતાં ત્યાં કામ કરતા કરણસિંહ રૂમાલ સિંહ પૂનીયા (ઉ. વ.૩૩) નામનો યુવાન ને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નિપજ્યું હતું.જેને પગલે મૃતદેહને મોરબી સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.