હળવદ માળીયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર લઈ જઈ રહેલ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એસપી વિદ્યાલય સામે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જો કે, સદ્નસીબે વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે હળવદ માળીયા હાઇવે પર કન્ટેનરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એસપી વિદ્યાલય સામે કન્ટેનરે પલ્ટી મારી હતી. જો કે, સદ્નનસીબે વહેલી સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તેમજ ડ્રાઈવર અને કલીનરનો પણ આબાદ બચાવ થયો હતો. પરંતુ હજુ સુધી કન્ટેનર રોડ ઉપર પડ્યું હોવાથી બીજો અકસ્માત સર્જવાની ભીતિ પણ લોકોમાં સેવાઈ રહી છે. જેને લઇ તાત્કાલિક ધોરણે કન્ટેનરને રોડ ઉપરથી હટાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.