જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું… કહેવતની સાચી પાડતી ઘટના હળવદમાંથી સામે આવી છે. જેમાં હળવદનાં સાપકડા ગામે આવેલ વૃધ્ધની જમીન આરોપીઓની જમીનની બાજુમાં આવેલ હોય જેથી બે ઈસમોએ વૃધ્ધ પાસે જઈ વૃધ્ધ સહીત બે લોકોને ઈસમોએ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા નામના ૬૦ વર્ષીય વૃધ્ધને પ્રકાશભાઈ હરીશભાઈ ઉર્ફે હરીભાઈ ચાવડા તથા ભાવેશભાઇ હરીશભાઈ ઉર્ફે હરીભાઈ ચાવડા બંન્ને મોટર સાયકલ લઈ આવી કહેલ કે તમારી જમીન અમારી બાજુમા આવેલ છે ત્યા આવીશ તો જાનથી મારી નાખીશુ તેમ કહી ત્યારબાદ ફરીયાદીના ઘરે જઈ પ્રકાશભાઈના હાથમા રહેલ ધારીયુ ભવાનભાઈના જમણા ખભા ઉપર મારી ફેક્ચર કરી તેમજ ભાવેશભાઈ પોતાના હાથમા રહેલ લોખંડની પાઈપ ફરીયાદીના જમણા ખભા ઉપર મારી ફેક્ચર કરી ઝપાઝપી કરી ગાળૉ આપી ફરિયાદી તથા તેમના ભાઈ ભવાનભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી તથા ભવાનભાઈને શરીરે ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.