મોરબીમાં ગઈકાલે બે આપઘાતના બનાવો સામે આવ્યા હતા. જેમાં એક આધેડ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું. જયારે બીજા બનાવમાં કામ ધંધો બરાબર ચાલતો ના હોય જેથી ટેન્શનમાં ત્રણ માસ પૂર્વે જ લગ્ન કરેલ યુવકે એસીડ પી જિંદગી ટૂંકાવી હતી.
પ્રથમ બનાવમાં, મોરબીના હરિપર કેરાળા ખાતે રહેતા મિતેશભાઇ સવજીભાઇ વિરપરિયા નામના આધેડે ગઈકાલે સાંજના સમયે હરિપર કેરાળા ગામે રમેશભાઇની વાડીએ કોઇ પણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ આધેડનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીનાં આંદરણા ગામે રહેતા નરેશભાઇ મનજીભાઇ સોલંકી સીરામીક કારખાનામાં કામ કરતા હતા અને ત્રણ માસ અગાઉ લગ્ન કરેલ હોય અને તેનો કામ ધંધો બરાબર ચાલતો ના હોય જેથી ટેન્શનમાં રહેતા હોય જેથી લાગી આવતા તેણે પોતાની જાતે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બનાવને પગલે યુવકને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.