મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકને બે ઈસમોએ ખર્ચી ના પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાકડી વડે ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે યુવકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં સાપકડા ગામે રહેતા બળદેવભાઇ ઉર્ફે બીપીનભાઇ વશરામભાઇ ચૌહાણની વાડીએ સાગરભાઇ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઇ મકવાણા તથા હસમુખ ઉર્ફે હકાભાઇ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઇ મકવાણા (રહે.બન્ને દીઘડીયા તા.હળવદ જી.મોરબી) નામના શખ્સોએ આવીને બળદેવભાઇ સાથે ખર્ચીના પૈસા બાબતે બોલાચાલી કરી ગાળો આપી બળદેવભાઇને લાકડી વતી ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને સમુખ ઉર્ફે હકાભાઇ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઇ મકવાણાની અટકાયત કરી સાગરભાઇ દીલીપભાઇ ઉર્ફે દિલાભાઇ મકવાણાની શોધખોળ હાથ ધરવામા આવી છે.