વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં બે જુથ્થ આમને-સામને આવ્યા હતા. અને છુટ્ટા હાથની મારામારી કરવામાં આવી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, વાંકાનેરમાં જવાસારોડ અક્ષીસ બેંન્ક વાળી શેરીમાં રહેતા હરેશભાઇ ઉર્ફે મુન્નભાઇ વ્રજલાલ કારીયાની ભત્રીજી સાથે શામજીભાઇ અશોકભાઇ ગોરીયા અગાઉ પ્રેમ સેબધ હોય જે બાબતે મનુ દુખ ચાલતુ હોય જેથી અમુભાઇ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, શનીભાઇ ભરતભાઇ ઠાકરાણી તથા ચીરાગભાઇ અશોકભાઇ ઠાકરાણીએ ફરિયાદી તથા દેવ મુન્નાભાઇ કારીયા, જેનીશ કારીયા તથા કાળીને ગાળોબોલી જાનથી મારી નાખવાની ધકી આપી શામજીભાઇ અશોકભાઇ ગોરીયાએ પહેલા ઢીંકાપટુનો મુંઢ માર મારતા સમગ્ર મામલે પાંચેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેરમાં રાતી દેવળી રોડ ખાતે આવેલ વૃદાવન વાટીકા સોસાયટીમાં રહેતા સામજીભાઇ અશોકભાઇ ગોરીયાને મુન્નાભાઇ કારીયા, દેવ મુન્નાભાઇ કારીયા, જેનીશ કારીયા તથા કાળી નામના શખ્સોએ કેમ કાતરો મારો છો તેમ કહી ગાળોબોલી ઢીંકા પાટુનો મુઢ માર મારી તથા લાકડાના ધોકા વડે પગના ભાગે મુઢ માર મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે બંનેની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.