મોરબી તાલુકા પોલીસે બંને બાળકીઓને હેમખેમ શોધી પરિજનો સાથે મુલાકાત કરાવી : આરોપી રજાક ને જેલ ના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી.
મોરબીમાં ગત તા.૧૨ જુલાઈ ના રોજ મૂળ રાજકોટ રહેતા શ્રમિક પરિવારની બે બાળકીઓ ગુમ થઈ હતી જેમાં પ્રથમ મોરબી તાલુકા પોલીસે પરિજનો સાથે બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી બાદમાં એક બાળકી જેની ઉંમર ૦૮ વર્ષ જ્યારે બીજી બાળકીની ઉંમર ૧૩ વર્ષ છે જેમાં પોલીસે બાદમાં અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ત્યારે મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા ની ટીમને બંને બાળકીઓ ને રજાક ઈશાભાઇ મુસાની ઉવ ૧૯ નામનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયા હોવાનું ખુલતા પોલીસે અપહરણ ની આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ અને પોકસો એક્ટની કલમ ૧૮ ૩૭૬ (૨)(જે)(એન),૩૭૬(૨) હેઠળ સહિતની ભારે કલમો હેઠળ તપાસ આદરી બંને બાળકીઓને હેમખેમ શોધી કાઢી હતી અને આરોપી રજાક ઇષાભાઈ મુસાની ની પણ ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.