Monday, November 18, 2024
HomeGujaratમાળીયા મી.માં વેપારીએ ગ્રાહકને ઉધાર આપવાનીના પાડતા ચાર ઇસમોએ કર્યો હુમલો :...

માળીયા મી.માં વેપારીએ ગ્રાહકને ઉધાર આપવાનીના પાડતા ચાર ઇસમોએ કર્યો હુમલો : પોલીસ ફરીયાદ નોધાઇ

માળીયા મી.માં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વેપારીએ ઈસમને ઉધાર ચીજવસ્તુ આપવાની ના પાડતા ચાર ઈસમોએ વેપારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં સરવડ ગામે રહેતા વેપારી જયસુખભાઇ છગનભાઇ જાકાસણીયાએ નવનીતભાઇ શાંતિલાલ સરડવા નામના ઈસમને ઉધાર ચીજવસ્તુ આપવાની ના પાડેલ તે બાબતનો ખાર રાખી શાંતિલાલ લાલજીભાઇ સરડવાએ વેપારીનો કાઠલો પકડી ગાળો બોલી નવનીતભાઈએ તેના હાથમા રહેલ ધોકો ફરીયાદીના માથામા તેમજ જમણા હાથમા માર મારી ઇજા કરી તેમજ આરોપી રાજેશભાઇ દેવશીભાઇ સરડવા તથા પુનિતભાઇ પ્રભુભાઇ સરડવાએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!