મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સોખડા ગામના પાટીયા નજીક રોડની સાઈડમાં ઉભેલ ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવતી બાઈક ધડાકાભેર અથડાતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયાનાં ભાડ વિસ્તારમાં રહેતો રફીકભાઈ તાજમહંમદભાઈ ભટી નામનો યુવક ગત તા.૨૯/૦૭/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની GJ12-AD-8062 નંબરની સ્પેલન્ડર મોટરસાઇકલ લઈ સોખડા ગામના પાટીયા નજીક માળીયા મોરબી હાઈવે રોડ ઉપરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. ત્યારે લેટીન પેપરમીલની સામેની બાજુએ હાઈવે રોડની સાઇડમાં ઉભેલ RJ-52-GA-8411 નંબરના ટ્રક ટ્રેઈલરની પાછળના ભાગે તેનું બાઈક ભટકાતા મોટર સાઈકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું. જ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.