ટંકારા તાલુકાના હિરાપર ગામના ખેડૂતોની અનોખી રક્ત ચંદનની ખેતી શરૂ કરી : છ વર્ષ પહેલાં 1390 રોપા વાવી ચંદનની આધુનિક ઢબથી ખેતી શરૂ કરી હતી.
મોરબીના ટંકારા તાલુકાના હીરાપર ગામના ખેડૂતે રક્તચંદનની ખેતી કરી છે જેમાં પાંચ વિઘામાં 1390 જેટલા ચંદનના રોપા વાવી અને માવજત કરી રહ્યા છે સાથે જ અન્ય ખેડૂતોને પણ આ ચંદનની ખેતી કરવા અને લાંબા ગાળે મોટો નફો મેળવવા આ ખેડૂતે અપીલ કરી છે.
રક્ત ચંદન એક એવું વૃક્ષ છે કે જેની ખેતી અઘરી અને અનિવાર્ય છે કેમ કે ચંબલ ના જંગલો સિવાય રક્ત ચંદન ઘણી ઓછી જગ્યાએ જોવા મળે છે તેનું કારણ ફક્ત ને ફક્ત યોગ્ય વાતાવરણ અને લાંબા ગાળે નફો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાનાં નાના એવા હીરાપર ગામના ખેડૂતે પોતાની વાડીમાં રક્ત ચંદન વાવ્યું છે 26 વીઘા વાડી માંથી 5 વીઘા જમીનમાં રક્તચંદન વાવી અને અનોખો પ્રયાસ કર્યો છે સાથે જ અન્ય ખેડૂતોને પણ આ રક્ત ચંદન વાવવા અપીલ કરી છે.
ટંકારા ના નાના એવા હીરાપર ગામના ખેડૂત મુકેશભાઈ અને અશ્વિનભાઈ એ અનોખો પ્રયાસ કર્યો છે અને તેઓએ પોતાની વાડીમાં રક્ત ચંદનની ખેતી શરૂ કરી છે આ રક્ત ચંદનની ખેતી કરનાર મુકેશભાઈ જણાવે છે કે તેઓને ચંદન ની ખેતી કરવાનો વિચાર ગૂગલ અને યુ ટ્યુબ પરથી આ ચંદનના વાવેટરના ફાયદા અને નફો જોવા મળ્યો હતો અને એ બાદ તેઓએ પોતાની પાંચ વીઘા જમીનમાં 1390 ચંદનના રોપણો છ વર્ષ પૂર્વે વાવેતર કરી ખેતી કરી હતી જેમાં આ ચંદન પરોપજીવી હોવાથી તેની સાથે મહેંદીના રોપા અને તુવેરદાલ વાવી અને ચંદન અને સરૂ વાવ્યું હતું જેમાં ચંદન તેના ઘટતાં તત્વો આ બંને માંથી લે છે અને ઉત્પાદન પણ સારું થાય છે સાથે જ અન્ય જે ખેડૂત છે અશ્વિનભાઈ તેઓ પણ આ ચંદનના વાવેતર માટે લાલ ચંદન મોરબી ની જમીન અનુકૂળ છે અને પંદર વર્ષ બાદ આ ચંદનમાં સુગંધ બેસે છે અને બાદમાં તે માંથી ફાયદો થાય છે સાથે જ તમામ ખેડૂતોને થોડી જમીનમાં આ રક્ત ચંદનની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને ભવિષ્યમાં સારું વળતર મળી શકે તેમ છે સાથે જ રક્ત ચંદન માટે મોરબી જીલ્લાની ફળદ્રુપ જમીન ખૂબ જ સારી છે જેથી ખેડૂતોએ તેનો લાભ લેવો જોઈએ