વાંકાનેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસની ટીમે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં અમરસર ખાતે રહેતા નરેશભાઇ ત્રીકમભાઇ ધંધુકીયા નામના યુવકે કોઇ અગ્મય કારણો સર પોતાની વાડીએ ઝાડ સાથે દોરડુ બાધી ગળે ફાસો ખાઇ લેતા યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને લઈ સામતભાઇ કાનજીભાઇ ધંધુકીયા (રહે કણકોટ તા.વાંકાનેર મુળ રહે.અમરસર તા.વાંકાનેર) દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.