ટંકારાનાં બંગાવડી ગામના પાટીયા પાસે બેફામ બનેલા ટ્રકનાં ડ્રાઈવરે ટ્રક ફુલ સ્પીડે અને ગભલતભરી રીતે ચલાવી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે સમગ્ર મામલે ઈજાગ્રસ્તના ભાઈ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે….
જાણવા મળતી માહિતી અનુસાર, ગત 14/08/2023 ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ બંગાવડી ગામના પાટીયા પાસેથી ફરિયાદી નવઘણભાઈ આયદાનભાઈ સવસેટાના ભાઈ મહેશભાઈ આયદાનભાઈ સવસેટા પોતાની G-J-36-R-4314 નંબરની ફોર વ્હીલ કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે R-J-27-GC-3586 નંબરના ટ્રકના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક ફુલ સ્પીડે અને ગભલતભરી રીતે ચલાવી કાર સાથે ટક્કર મારી અકસ્માત સર્જી ફરિયાદીના ભાઈ મહેશભાઈ આયદાનભાઈ સવસેટા્ને જમણા પગના ભાગે ઇજા પહોંચાડતાં સમગ્ર મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.