Wednesday, November 20, 2024
HomeGujaratવાંકાનેરનાં યુવકે ભૂલથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

વાંકાનેરનાં યુવકે ભૂલથી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

વાંકાનેરમાં રહેતા અને ખેતી કામ કરતા યુવકે પોતાના નાના ભાઇની પાણીની બોટલમાં ભરી રખેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા ભુલથી પી જતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં સીંધાવદર સાજી ભાઇની વાડીએ રહેતા ગોવિંદભાઇ અજોસીંગભાઇ મેડા નામના યુવકે ગત તા.૧૨/૦૮/૨૦૨૩નાં રોજ સાંજના આશરે સાતેક વાગ્યા પોતાના નાના ભાઇ સરતને પાણીની બોટલમાં ભરી રાખેલ કપાસમાં છાંટવાની ઝરેી દવા ભુલથી પી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ખરાબ થતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!