Monday, November 18, 2024
HomeGujaratરંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાં ક્લોરીનેશન ઝુંબેશ હાથ ધરાઈ

રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાં ક્લોરીનેશન ઝુંબેશ હાથ ધરાઈ

લોકોને શુદ્ધ પીવા માટેનું પાણી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેની સુચના ડો.ડી.વી. બાવરવાના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાહુલ કોટડીયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના વિવિધ ગામોમાં ક્લોરીનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના જણાવ્યા અનુસાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવેની સુચના ડો.ડી.વી. બાવરવાના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રાહુલ કોટડીયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના ઇન્ચાર્જ ડૉ. જીગ્નેશ પંચાસરા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ રાઠોડ, આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા થતા સાથી આરોગ્ય કર્મચારી મિત્રો દ્વારા રંગપર તાબાના વિવિધ ગામોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન પાણીજન્ય રોગો જેવા કે ઝાળા ઉલ્ટી કમળો ટાયફોઈડ વગેરેના થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર વિસ્તારના તમામ સંપ અને ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત ઝુંબેશના સ્વરૂપે કરીને લોકોને ચોખ્ખું અને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે મળી રહે તેથી તમામ સમ્પની મુલાકત કરીને કલોરીનેશન ચેક કરવામાં આવેલ. જરૂર જણાયેલ ત્યા ગામના સરપંચને પણ કલોરીનેશન બાબતે જાગૃત કરીને જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદી માહોલ હોય તેમજ તહેવારોની પણ મોસમ જામી હોય ત્યારે આવા સમયે જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોની આરોગ્ય સુખાકારીના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!