હાલ ચુંટણી શાખા દ્વારા શહેરભરમાં મતદાતા સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાન યોજાઇ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાહેર થયેલા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકા ભાજપનાં કાર્યકર્તાઓની એક સુંદર અને ભવ્ય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા પ્રભારી રવિભાઈ સનાવડા, જિલ્લા ITCell ઇન્ચાર્જ જતીનભાઈ ફુલતરીયા, વક્તા તરીકે મોરબી યુવાભાજપ ઉપપ્રમુખ અજયભાઇ કોટક તથા વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિભાઈ, મહામંત્રી હીરાભાઈ તથા કિશોરસિંહ તથા બહોળી સંખ્યામાં વાંકાનેર તાલુકા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.