Sunday, November 24, 2024
HomeGujaratમોરબી સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી:ભાઈ - બહેનોની આંખો આંસુઓથી છલકાઈ

મોરબી સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી:ભાઈ – બહેનોની આંખો આંસુઓથી છલકાઈ

મોરબી સબ જેલ ખાતે રક્ષબંધન ના પવિત્ર તહેવારનું ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી સબ જેલ માં રહેલા ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી અને બહેનોએ પોતાના ભાઈઓને જલદીથી થી મુક્ત થાય અને આગામી સમયમાં સારા નાગરિક બને તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.જેમાં જેલમાં બંધ કેદીઓ ની બહેનો તેમના હક થી વંચિત ન રહી જાય તે માટે જેલના નીતિ નિયમોને ધ્યાન માં રાખીને ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે.તેમ મોરબી સબ જેલ ખાતે પણ આજે આ ઉજવણી કરવા આવી હતી.જેમાં બહેનો પોતાના જેલ માં બંધ ભાઈને રાખડી બાંધીને ચોધાર આંસુે એ રડી પડી હતી.અને હ્રદય દ્રાવક દ્ર્શ્યો જોવા મળ્યા હતા.તેમજ બહેનો એ પોતાના ભાઈને જેલ માંથી જલ્દી મુક્ત થાય અને આગામી સમયમાં સારા નાગરિક બની ને બહાર આવે તેવા આશીર્વાદ આપ્યા હતા.તેમજ તમામ કેદીઓ અને રાખડી બાંધવા આવનાર બહેનોએ મોરબી સબ જેલના સ્ટાફ નો આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!