Saturday, October 31, 2026
HomeGujaratમણીમંદિર સામે રાજમાતા વિજયકુંવરબાનું સ્ટેચ્યુ મૂકવા મેયર સમક્ષ રજૂઆત

મણીમંદિર સામે રાજમાતા વિજયકુંવરબાનું સ્ટેચ્યુ મૂકવા મેયર સમક્ષ રજૂઆત

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની માંગ, રાજમાતાની સેવાકીય કામગીરીની કાયમી સ્મૃતિ જળવાય તેવો ઉદ્દેશ

- Advertisement -
- Advertisement -

મોરબીના રાજમાતા સ્વ.વિજયકુંવરબા સાહેબની સ્મૃતિ કાયમી જળવાઈ રહે તે માટે મણીમંદિર સામે તેમનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી છે.

મોરબીના રાજમાતા સ્વ.વિજયકુંવરબા સાહેબે પૂર, ધરતીકંપ સહિતના અનેક સંકટના સમયમાં મોરબીની પ્રજાની સાથે રહી સેવાકીય કામગીરી કરી હતી. મોરબી સ્ટેટના સમયગાળા દરમિયાન તેમણે વૃદ્ધાશ્રમ, લખધીર લાઇબ્રેરી, દવાખાનાં તેમજ વિધવા પેન્શન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પ્રજાના કલ્યાણમાં યોગદાન આપ્યું હતું. રાજમાતા તરીકે તેમનો પ્રજાજનો સાથેનો આત્મીય સંબંધ અને મુશ્કેલ સમયમાં લોકોની પડખે ઊભા રહેવાની ભાવનાને ધ્યાનમાં રાખીને તેમની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મેયર સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે મોરબીના ઐતિહાસિક વારસા સમાન મણીમંદિર સામે રાજમાતા વિજયકુંવરબા સાહેબનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવે. જેથી મોરબીની પ્રજા ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ પણ મોરબીના રાજવી પરિવારના પ્રજાવત્સલ યોગદાનથી પરિચિત થઈ શકે અને રાજમાતાની સ્મૃતિ હંમેશાં જીવંત રહે તેવી માંગ સાથે રજુઆત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!