ટંકારા તાલુકાના ગત રાત્રીના તસ્કરોએ જાણે નાઈટ પેટ્રોલીંગ કર્યું હોય તે રીતે અલગ અલગ બે ગામોમાં તરખાટ મચાવ્યો હતો.જોકે બન્ને માંથી એક પણ બનાવની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
જેમાં ટંકારાના કલ્યાણપર અને જબલપૂર ગામે તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈ કલ્યાણપર ગામે મકાન અને દુકાનને નિશાન બનાવ્યા હતા. જયારે જબલપુર ગામે મોડી રાત્રે ગ્રામજન જાગી જતા બાઇક પર આવેલ ત્રણ તસ્કરોએ માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થયા હતા.જેમાં રવજીભાઈ ગણેશભાઈ પાડલીયા નામના આધેડને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે
એક પણ બનાવની ફરિયાદ ટંકારા પોલીસ મથકે કરવામાં આવી નથી.