ભગવાનશ્રી કૃષ્ણના અવતરણ દિવસને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ટંકારા શહેરના રાજમાર્ગો પર નંદ ધેર આનંદ ભયોના ગગનભેદી નારા સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટય દિનને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો શુશોભન તથા યુવાચોક અને દેરીનાકા આકર્ષક પ્લોટ યુવાનો દ્વારા કરવામાં આવ્યા હતાં તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નંદલાલાને પલને ઝુલાવતા અનેક કાર્યક્રમો યોજાયા હતા.
ટંકારામાં જન્માષ્ટમીના પાવન પર્વની ધર્મોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ભવ્ય શૉભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત અનેક મટકી ફોડ કાર્યક્રમ યોજાયા. ટંકારા શહેરને ગોકુળયુ કરી કેસરીયા વાધા ધારણ કર્યા હતા. જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી મચ્છોમાં મિત્ર મંડળના નેજા હેઠળ શોભાયાત્રા, આર્ય સમાજ ટંકારા ગુરૂકુલ બ્રહ્મચારી સાથે ઉત્સવ સમિતિ દ્વારા શુશોભન યુવા ચોક દ્વારા આકર્ષક પ્લોટ વેપારી મંડળ તમામ સમાજ સહિતના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જલારામ યુવક મંડળ દ્વારા ઠંડાપીણા, મેઈન બજાર ના વેપારી દ્વારા લચ્છી ત્રણ હાટડી ખાતે ઠંડી છાસ, ઉગમણા નાકે વેલનાથ અને પંચની મેલડી ગુર્પ ઠાકોર સમાજ દ્વારા લચ્છી દેરીનાકે ધોધાભાઈ ડેરીવાળા પરીવાર દ્વારા લચ્છી, રાવળદેવ છબિલબાપા પરીવાર દ્વારા ઠંડુ પાણી, મોમીન સમાજ દ્વારા પાણી છબીલ કમિટી દ્વારા શરબત પાઈ શોભાયાત્રા મા કોમિ એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.