વાંકાનેરમાં ખેડૂતને સરગવામા ઝેરી દવાનો છંટકાવ કરતા દવાની અસર થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં રાજસ્થળી ખાતે રહેતા અજીતભાઇ મનસુખભાઇ ડાભીને ગત તા.૦૭/૦૯/૨૦૨૩ ના સરગવામા ઝેરી દવાનો છંટકાવ કરતા દવાની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે મોરબી મંગલમ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર એ તેઓને તપાસી ગત તા. ૦૮/૦૯/૨૦૨૩ ના રોજ મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.