મોરબી શહેરી વિસ્તારમાં ગઈકાલે બે લોકોના અકાળે મોત નિપજ્યા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમે એક યુવક નશામાં ધૂત હોય દરમિયાન કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. જયારે બીજ બનાવમાં એક વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીમાં સકત શનાળા આંબેડકર વાસ શક્તિ માતા મંદીર પાછળ રહેતા રાજેશભાઈ દેશાભાઈ શનારીયા ગત તા.૧૫/૦૯/૨૦૨૩ ના રોજ સકત શનાળા શક્તિ માતા મંદીર પાછળ આંબેડકર ચોકની બાજુમાં આવેલ અવાવરૂ કુવામાં તા.જી.મોરબી વાળી જગ્યાએ દારૂ પિધેલી નશાની હાલતમાં અકસ્માતે કુવામાં પડી જવાથી મરણ જતા તેઓના મૃતદેહને ફોર વ્હિલ ગાડી મારફતે અત્રે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીમાં સાત હનુમાન સોસાયટી લીલાપર રોડ ખાતે રહેતા ચંદુભા રાસુભા જાડેજા ગઈકાલે સવારના સમયે પોતાના ઘરે હતા. ત્યારે તેઓને હાર્ટ એટેક આવવાથી ચક્કર આવી પડી જતા બેભાન થવાથી સારવાર સારૂ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પીટલમા લાવતા હાજર ડોકટરે જોઇ તપાસીને તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.