મોરબીનાં ખાખરાળા તથા જેપુર ગામ વચ્ચે પેટ્રોલપંપ પાસે રોંગ સાઈડમાં આવતા એક ટ્રકે અશોક લેલન્ડ કંપનીનાં બડાદોસ્ત વાહનને ટક્કર મારતા બડાદોસ્ત વાહનમાં સવાર વૃધ્ધનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એકને ઈજાઓ પહોંચતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં બરવાળા ગામે આવેલ એન.એસ.એન્જીનિયરીંગ પ્લાસ્ટીક કારખાનામા રહેતા મૂળ ગજપતિ ઓડીસાનાં જ્યોતિન્દ્ર વિશ્વનાથ નાયકનાં પિતા વિશ્વનાથ શ્યામસુંદર નાયક તથા તેનો ડ્રાઇવર સુખરાજ બન્ને અશોક લેલન્ડ કંપનીનુ GJ-36-V-2806 નંબરનુ બડાદોસ્ત વાહન લઇને મોરબીથી બરવાળા આવતા હોય ત્યારે રસ્તામા ખાખરાળા તથા જેપુર વચ્ચે પેટ્રોલપંપ પાસે રોડ ઉપર પહોંચતા GJ-16-AW-9859 નંબરનાં ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનુ ટ્રેલર રોંગ સાઇડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરીયાદીના પીતાજીના બડાદોસ્ત વાહન સાથે અકસ્માત કરી ફરિયાદીના પીતાજીને શરીરે ઇજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. જયારે ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડાયો છે. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.