Thursday, November 28, 2024
HomeGujaratમોરબીમાં યોજાશે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા હરિફાઈ સ્પર્ધા : ફોર્મ ૨૭ સપ્ટેમ્બર...

મોરબીમાં યોજાશે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા હરિફાઈ સ્પર્ધા : ફોર્મ ૨૭ સપ્ટેમ્બર સુધીમાં ભરી દેવા કરાઈ અપીલ

રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા હરિફાઈ સ્પર્ધા યોજાશે. જે નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની અંતિમ તા.૨૭/૦૯/૨૦૨૩ છે. જેમાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. અને સાથે સંગીત,ગાયન વગેરે માટે ચાર વ્યક્તિ રાખી શકાશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૨૫૭, તાલુકા સેવા સદન, બીજોમાળ, લાલબાગ, મોરબી – ૨, ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. કાર્યક્રમનો સમયપત્રક તથા સ્પર્ધાના નિયમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જણવવામાં આવશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!