નેશનલ હાઇવે રફાળેશ્ર્વર ગામ પાસે દરીયાલાલ હોટલની સામે શિવ શકિત વે-બ્રિજના ગ્રાઉન્ડમાં ઇનોવા કારના ચાલકે પોતાની ઇનોવા કારમાં ગેરકાયદેસર રીતે કેફી પીણું પ્રવાહી આશરે ૫૦૦ લીટરની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે રાખી મૂકતાં પોલિસે રેઇડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે રફાળેશ્ર્વર ગામ પાસે દરીયાલાલ હોટલની સામે શિવ શકિત વે-બ્રિજના ગ્રાઉન્ડમાં GJ06CM7979 નંબરની ઇનોવા કારનાં ચાલકે પોતાના કબજા ભોગવટા વાળી ઇનોવા કારમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ગાડીમાં પ્લાસ્ટિકના ૨૦ બાચકા જેમાં ૦૫ લીટરની ક્ષમતાવાળી ૧૦૦ કોથળીઓ જેમા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનું આશરે ૫૦૦ લીટર કેફી પીણું પ્રવાહીની હેરાફેરી કરી વેચાણ કરવાના ઇરાદે ઇનોવા કારમાં રાખી મૂકતા પોલીસે રેઇડ કરી કાર કીમત રૂ ૧,૬૦,૦૦૦ની કબ્જે કરી તેના કાર ચાલક હાજર નહિ મળતાં તેના વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.