મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં રાતીદેવડી ગામ ખાતે આવેલ કૂવામાં એક વ્યક્તિની લાશ મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબી ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાં 101 પર કોલ આવતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગે ભારે જહેમત બાદ યુવકની 70 ફૂટ ઊંડા કૂવામાંથી લાશ બહાર કાઢી આગળની કાર્યવાહિ હાથ ધરી હતી…
મળતી માહિતી અનુસાર વાંકાનેરના રાતી દેવડી ગામ ખાતે યુવકની લાશ કૂવા પડી હોવાનો આજે સવારે 7:34 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમ 101 પર ફોન આવતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ કોસવાયેલી હાલતમાં અભયભાઈ પ્રેમજીભાઈ વીરા 23 વર્ષીય યુવાનની લાશ 70 ફીટ ઊંડા કૂવામાંથી ડેડબોડી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે યુવાનની ડેડબોડી બહાર કાઢી જેનું કારણ જાણવા મળ્યું નથી. ત્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.