મોરબી -પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મીં) જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલા માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં છેલ્લા 24 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.તેવી જ રીતે આ વર્ષે પણ સોનગઢ માળીયા (મી.) મુકામે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સતત છેલ્લા ૨૪ વર્ષથી યોજાતા કેમ્પ મોરબી – પીપળીયા ચાર રસ્તાથી માળીયા મીં. જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં સુંદર કેમ્પનું આયોજન મોરબીના ધીરૂભાઈ ડી. ચાવડા (એસ.બી.આઈ.), તથા કે. સી. જાડેજા પી.જી.વી.સી.એલ. મોરબી તથા રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ જયોતિ મંડપ તથા મહેશભાઈ જલારામ ફૈમિલી મોલ અને સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખૂબ જ ઉમંગ સાથે સેવા આપી રહયા છે. આ સેવા કેમ્પ આગામી તા. ૬-૧૦-૨૦૨૩ને શુક્રવાર થી તા. ૧૨-૧૦-૨૦૨૩ ગુરૂવાર સુધી દિવસ–રાત અવિરત ચાલુ રહેશે. આ કેમ્પમાં વિનામલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ, અને મેડીકલ સારવાર સહિતની તમાગ સુવિધાઓ નિઃશબ્દ આપવામાં આવશે. તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે.