Monday, November 18, 2024
HomeGujaratમોરબીનાં રવાપર રોડ પર કારે મહિલાને હડફેટે લીધી : મહિલાનું સારવાર દરમિયાન...

મોરબીનાં રવાપર રોડ પર કારે મહિલાને હડફેટે લીધી : મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીનાં રવાપર રોડ પર પુરપાટ ઝડપે જતી કારે રજકો વેચવા ગયેલ મહિલાને હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘવાયા હતા. જેના કારણે તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વાંકાનેર પેડક વાળી વિસ્તાર ગાત્રાળ માતા વાળો રોડ સરકારી હોસ્પિટલ પાછળ રહેતા લાલજીભાઈ નોંઘાભાઈ સોલંકીના માતા સામુબેન રજકો વેચવા માટે રવાપર રોડ નસંગ ટેકરી મંદિર પાસે ગયેલ હતા. તે વખતે GJ-36-AC-7948 નંબરના કારનાં ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી અને ફરિયાદીના માતાને હડફેટે લઈ એકસીડન્ટ કરી શરીરે નાની મોટી ઈજા કરી તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા સામુબેનનું સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!