હસતા-હસતા દેશ પર પોતાનો જીવ અર્પણ કરનારા શહીદ ભગત સિંહની ગઇકાલે ૨૮ સપ્ટેમ્બરે જન્મ જયંતી હતી. જેને લઇ વાંકાનેર ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા તથા શહેર કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, શહેર કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા નોટરી વકીલ તેમજ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ શહીદ ભગતસિંહજીની જન્મ જયંતીની ઉજવણી કરી હતી.