મોરબીના ખાનપર ગામની સીમમાં આધેડના વાડીના શેઢે ચરાવવા આવતા વાડીમાં માલઢોર ચરાવવા માટે નહિ આવવા જણાવતા બે ઈસમોએ આધેડને ગાળો આપી લાકડીઓ વતી મુંઢ માર મારી આધેડના પત્ની છોડાવવા આવતા હાથે કાંડાના ભાગે તથા વાંસાના ભાગે લાકડી વતી મુઢ માર મારી ઈસમોએ આધેડનું ગળુ પકડી માલ ઢોર ચરાવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપતા ઈસમો વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ખાનપર ગામની સીમમાં રહેતા અને ખેતી કામ કરતા મોમૈયાભાઈ ખીમાભાઈ ડાવેરાના વાડીના શેઢે ગઈકાલે સવારના દસ વાગ્યાના અરસામાં રાજુભાઈ નારણભાઈ ડાંગર અને વિશાલભાઈ નારણભાઈ ડાંગરના માલઢોર ફરીયાદીના વાડીના શેઢે ચરાવવા આવતા વાડીમાં માલઢોર ચરાવવા માટે નહિ આવવા જણાવતા બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વતી મુંઢ માર મારતા હોઈ તે દરમ્યાન ફરીયાદીના પત્ની ધકુબેન છોડાવવા આવતા આરોપી વિશાળ ડાંગરે જમણા હાથે કાંડાના ભાગે તથા વાંસાના ભાગે લાકડી વતી મુઢ માર મારી આરોપીઓએ ફરીયાદીનું ગળુ પકડી માલ ઢોર ચરાવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ એમ ધમકી આપી ફરીયાદીને શરીરે છાતીના ભાગે તથા ગળાના ભાગે ફ્રેકચર ઈજા પહોચાડતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.