વાંકાનેરમાં ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોઇ પણ કારણોસર ઢુવા રેલ્વે ફાટક ઉપર ટ્રેનમાં આવી જતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ઝારખંડના પચ્છીમ સિંહભુમ જિલ્લામાં આવેલ સેડલેબીન્જા કુમારડુંગીના વતની અને હાલ વાંકાનેર ના અમૃત સીરામીક ઢુવા લેપચ્છીમ સિંહભુમબર કવાર્ટરમાં રહેતા 18 વર્ષીય મહેશ નારાયણ ગાગરાઇ કોઇપણ કારણોસર ઢુવા રેલ્વે ફાટક ઉપર ટ્રેનમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ પામતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ડૉ. વૈભવ ગાંભવા દ્વારા યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.