મોરબીના કાલીકાપ્લોટ માં રહેતા આધેડએ પક્ષઘાતની બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી કાલીકાપ્લોટ શેરી નં-૨ હુડકો ક્વાર્ટર ખાતે રહેતા અને મજૂરી કરતા ૪૫ વર્ષીય અશોકભાઈ ઈશ્વરભાઈ ચુહાર બે વર્ષથી પક્ષઘાતની બીમારીથી પીડાતા હોય અને દવા ઉપર જીવન જીવતા હોય જેઓ કંટાળી જઈ પોતાની જાતે પોતાના ઘરે ગઈકાલે કોઇપણ સમયે છતના ભાગે પતરાની નિચે લગાવેલ લાકડાની આડસમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જતા રમણભાઈ અશોકભાઈ ચુહાર સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલ લાવતા ડોક્ટરે તપાસીને મૃત્યુ થઈ ગયાનું જાહેર કરી સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.