Saturday, November 7, 2026
HomeGujaratવ્યાજખોરો સામે મોરબી પોલીસની લાલ આંખ: ટંકારામાં અવારનવાર વ્યાજખોરીના ગુના આચરનાર ઇસમ...

વ્યાજખોરો સામે મોરબી પોલીસની લાલ આંખ: ટંકારામાં અવારનવાર વ્યાજખોરીના ગુના આચરનાર ઇસમ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશને એક કુખ્યાત વ્યાજખોર સામે સપાટો બોલાવ્યો છે. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજ વટાવના ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલા ઇસમ સામે પાસા (PASA) હેઠળ અટકાયતી કાર્યવાહી કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વ્યાજખોરીના ગુનામાં સતત સંડોવાયેલા ઇસમ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી સમક્ષ મોકલી આપવામાં આવી હતી, જેને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

આ વોરંટના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમે તા. ૦૭/૧૧/૨૦૨૬ના રોજ આરોપી જયદીપ બાબુભાઈ બસીયા (ઉ.વ. ૨૪, રહે. મીતાણા, તા. ટંકારા, જી. મોરબી)ને ઝડપી પાડ્યો હતો. ટંકારા પોલીસ સ્ટેશન ખાતેથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને પાસા એક્ટ તળે ડીટેઇન કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!