Tuesday, November 19, 2024
HomeGujaratવાંકાનેરમાં પોલીસને બાતમી આપવાની શંકાનાં આધારે ઈસમોએ ત્રણ શખ્સો પર કર્યો હુમલો

વાંકાનેરમાં પોલીસને બાતમી આપવાની શંકાનાં આધારે ઈસમોએ ત્રણ શખ્સો પર કર્યો હુમલો

મોરબીમાં અસામાજીક તત્વોના આતંકની ઘટના છાસવારે સામે આવતી હોય છે. ત્યારે વધુ એક અસામાજિક તત્વનાં આતંકની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક ઈસમોએ પોતાની બાતમી પોલીસને આપતો હોવાની શંકાના આધારે યુવક તથા અન્ય બે શખ્સો પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઇ બાબુભાઇ સોલંકી નામના યુવકને ગત તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના સમયે નવારાજાવડલા હનુમાન મંદીર પાસે ધીરૂભાઇ ગોવીદભાઇ સેટાણીયા તથા તેના ભાઇ સંજયભાઈ ગોવિંદભાઈ સેટાણીયાએ તુ અમારી બાતમી પોલીસને આપે છે. તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડના પાઈપ વતી શરીરે મૂઢ ઇજા કરી તથા ફરિયાદીના ભાઈ નીલેશને ધીરૂભાઇ ગોવીદભાઇ સેટાણીયાએ લોખડનો પાઇપ વતી જમણા હાથે અગુંઠામા ફેકચર જેવી ઇજા કરી તથા આકાશને આરોપીઓએ લોખડનો પાઇપ વતી શરીરે મૂઢ માર મારી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!