મોરબીમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી જય રહી છે. જેને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેને પગલે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા મોરબી સરકારી દવાખાના પાસે ચોકમાં આવેલ કનૈયા ટી સ્ટોલ સામે ચાનો ચુલો ચલાવતા શખ્સ વિરુધ્ધ રસ્તા પર થાય તે રીતે પોતાનો ચા નો ચૂલો ચલાવતા ફરિયાદ દાખલ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં શકતશનાળા ખાતે રહેતા ખીમાભાઇ ભાયાભાઇ સોલંકી નામના વ્યક્તિએ પોતાના હવાલાવાળી કનૈયા ટી સ્ટોલ નામની દુકાનની સામે જાહેર રોડ ઉપર ચાનો ચુલો ચાલુ રાખી ચા બનાવી માણસો એકઠા કરી ચાનો વેપાર કરી આવતા જતા વાહન તથા આમ જનતાને ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે મળી આવતા તેના વિરુધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.