મોરબી જિલ્લામાં ગઈકાલે બે આપઘાતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં વાંકાનેર તાલુકાના વિરપર રોડ પર આવેલ અરમાનો સીરામીક વીટ્રીફાઇડ માટેલ ખાતે ૨૫ વર્ષીય યુવાને કોઇ કારણોસર ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. જયારે બીજા બનાવમાં માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં હિતેશભાઈની વાડીએ ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની ૨૦ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું.
પ્રથમ બનાવમાં, વાંકાનેર તાલુકાના વિરપર રોડ પર આવેલ અરમાનો સીરામીક વીટ્રીફાઇડ માટેલ ખાતે ૨૫ વર્ષીય કપ્તાનભાઇ આદીવાસીએ ગઇકાલે કોઇ કારણોસર માટેલ વિરપર રોડ અરમાનો સીરામીકની લેબર કોલોનીના રૂમમાં ગળે ફાંસો ખાઇ જતા મૃત્યુ નિપજતા તેમના મરતુદેહને પી.એમ.માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સરકારી હોસ્પિટલના ડૉકટર જાવેદભાઇ મસાકપુત્રા દ્વારા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં, મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં હિતેશભાઈની વાડીએ ખેત મજૂરી કરતી મૂળ પીપલીધરા મધ્યપ્રદેશની અલ્તાબેન દલપતભાઈ પરમાર નામની ૨૦ વર્ષીય યુવતીએ ગઇકાલે બપોરના એકાદ વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મૃત્યુનો બનાવ બનતા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામા આવતા સરકારી હોસ્પિટલના ડોક્ટર ઉદીત કૈલાસા દ્વારા મરણ થયાનું જાહેર કર્યું હતું અને સમગ્ર મામલે માળીયા મીયાણાના પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.