મોરબીમાં એક યુવક તેની પ્રેમિકાને ભગાડી લઈ જતા બનાવ અંગેનો ખાર રાખી યુવતીનાં પરિવારજનોએ યુવકનાં કાકાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વીશીપરા સરકારીવાડી ક્રિષ્ચનના બંગલા સામે રહેતા અબ્બાસભાઇ જુસબભાઇ સંધવાણીનો કુટુબી ભત્રીજો જે મોવર પરીવારની દિકરીને ભગાડી ગયેલ હોય જેનો રોષ રાખી તાજુભાઇ મોવર, કાદરભાઇ મોવર તથા ઇકબાભાઇ મોવર (રહે. બધા મોરબી વીશીપરા)એ ફરિયાદીને ફોન કરી તેમજ રૂબરૂ મળતા ગાળો આપી તેમજ પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ સાહેદને પણ આરોપીઓએ ગાળો આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.